Friday, February 27, 2009



બા ગઈ

પોતાનાએ આપેલા જખ્મો ન સહી શકી,
દુનિયાભરના દુઃખો સહી ગઈ.
અન્નના એક દાણા માટે તરસતી,
જન્નતના મેવા ખાવા ગઈ.
સાડીઓના કબાટ ભરેલા હતા,
થીગડાવાળી સાડી ઓઢી ગઈ.
"બાગબાન"બનાવી દીધુ ઘરમાં,
જીવનસાથીને શોધતી રહી ગઈ.
આંઠ બાળકોને દૂધ પાનારી,
દૂધ દૂધ કરતી કરતી ગઈ.
તન અને મનના જખ્મો ન રુજાયા,
અંતે તું કબર સુધી પહોંચી ગઈ.
"સપના" તું હવે કેટલુય રડી લે,
તારી બા આ દુિનયાથી ચાલી ગઈ.

Wednesday, February 25, 2009

તારા િદલમાં

કુમકુમ પગલે આવી જાવ તારા દિલમા,
જો જગ્યા મળે તો રહી જાવ તારા દિલમાં.
ભીતે ભીતે લખુ મારુ નામ તારા દિલમાં,
મારુ દિલ મુકી દઉ હું તારા દિલમાં.

-સપના
ભાગ્ય નથી

તારા દુઃખમાં સહભાગી થાવ,
એવા મારા ભાગ્ય નથી.
હસતા હસતા આંખો કોરી રહી જાય,
એવુ મારુ હાસ્ય નથી.
વિરહની અગ્નીમાં ભલે હોમાઉ,
તારી યાદ વગરનુ જીવન માન્ય નથી.
તુ જ છે કવિતા મારી િપ્રય,
તુ નથી તો એ મારુ કાવ્ય નથી.
ભલે સપનાઓ હકિકત ન બને,
"સપના" વગરનુ જીવન માન્ય નથી.

-સપના

Saturday, February 21, 2009

હકિકતની વાત કરીયે.

હવામાં ખૂબજ ઉડી લીધુ,
ચાલો જમીનની વાત કરીયે.
આંસુઓ મારા મોતી નથી,
પાણીની કિંમતની વાત કરીયે.
કોણ ચાલે છે સાથે જીંદગીભર,
ક્ષણ બે ક્ષણના સાથની વાત કરીયે.
નથી કોઈ િકંમત લાગણીની
પાષાણ હ્રદયોની વાત કરીયે.
જીવતા જહન્નમ જોઈ ચુક્યા,
કલ્પનાની જન્નતની વાત કરીયે.
ક્લેષમાં જીવન વીતાવી દીધુ,
ચાલો સમજદારીની વાત કરીયે.
સપનાઓ ખૂબજ સેવી લીધા,
ચાલો હકિકતની વાત કરીયે.

સપના

Monday, February 9, 2009

કાંચનુ વાંસણ


-સપના

Please comment on my poem.