Monday, March 30, 2009


સંબંધો
અંદરથી પોલા થઈ ગયા છે,
ઉધઈ લાગી ગઈ છે સંબંધોને,
નથી રહ્યો વિશ્વાસ ઈશ્વર પર
માનવે માટીમાં મેળવ્યા સંબંધોને,
જરાક ટોકર લાગતા ચકનાચૂર,
શું કરવાના એવા નાજૂક સંબંધોને?
વહેમના વાદળમાં અટવાયા કરે,
ક્યા સુધી ખેંચ્યા કરવા એ સંબંધોને?
સપના તને ન આવડયુ જીવતા,
હવે મરતા શું જોડવા સંબંધોને?

સપના

Friday, March 27, 2009

નાટક


નાટક

સંબંધોમાં છે નાટક ઘણા,
સમજાય નહીં એવા પાત્રો ઘણા.
થાકી જાવ ભજવતા ભજવતા,
પૂરા થતા નથી નાટક ઘણા.
કલાકાર બની ગયા જીંદગીના,
સરસ ભજવી ગયા નાટક ઘણા.
સત્યની અહિયા કોને પડી છે,
આવડવુ જોઈયે કરતા નાટક ઘણા.
રંગમંચની કઠપૂતળીઓ છે માણસ,
ઈશ્વરે દોરીથી ભજવ્યા નાટક ઘણા.
ઈશ્વર, તું જોયા કરે ઉપરથી,
ઈન્સાનો કેવા કરે છે નાટક ઘણા
"સપના" ન આવડતુ હોય તો શીખી લે,
આ દુનિયામાં ચાલે છે નાટક ઘણા.

સપના

ક્ષિતીજ

ક્ષિતીજ જેવા,
તારા મારા સંબંધો,
અંતર ઘણા.

Thursday, March 26, 2009

સળગતા હૈયા


સળગતા હૈયા

વરસોથી વિખુટા પડેલા હૈયા,
વિરહની આગમાં સળગતા હૈયા,
અશ્રુ બની આંખોથી ટપકતા હૈયા,
શબ્દોથી આરપાર વિંધાતા હૈયા,
વિવશ એકલતાથી રુંધાતા હૈયા,
વિરહના વિષ પીતા હૈયા,
મિલન માટે તડપતા હૈયા,
આંખોમાં સપના સજાવતા હૈયા,
તુટેલા સપનાને સમેટતા હૈયા.

સપના

Wednesday, March 25, 2009

ઈશ્વરની શોધ


ઈશ્વરની શોધ
સૂરજની લાલીમાં શોધુ
સમંદરની ગહેરાઈમાં શોધુ.
પર્વતના શિખર ઉપર શોધુ,
પક્ષીના કલરવમાં શોધુ,
ઠંડી હવાની સુહાસમા શોધુ,
ભુખ્યા બાળકના આંસુઓમાં શોધુ,
કે પછી મારા જ આત્મામાં શોધુ,
હે ઈશ્વર, તું જ મને બતાવ,
તને હું ક્યાં ક્યાં શોધુ?

-સપના
તમારો અભિપ્રાય જણાવશો.

Tuesday, March 24, 2009

moti


યાદોના મોતી
આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયા છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતા વાળતા મોતી મળી આવ્યા,
હતા એ તારી યાદના મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવા,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથુ પકડી,
ભલે રહયા,નથી નડતા મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
સપનાની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનુ,એક મોતી એમ પરોવીશ,
તારા ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના

Wednesday, March 18, 2009



હૈયાની વાત
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત.
કોઈ મને ફૂલોની છાબ આપો,
લખવી છે મારે ફૂલોની વાત.
મૌન રહીને ઘણુ કહી દે છે એ,
લખવી છે મારે એ આંખોની વાત,
સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,
લખવી છે મારે એ હાથોની વાત.
છૂટી ગયા, પણ સાફ યાદ છે,
લખવી છે મારે એ ક્ષણોની વાત.
પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,
લખવી છે મારે એ રાતોની વાત.
વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,
લખવી છે મારે એ સપનઓની વાત.
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત

-સપના

મહેરબાની કરીને તમારો અભીપ્રાય આપશો.

Thursday, March 12, 2009

TULSI


તુલસી
તારા માળાનો કલરવ સંભળાય છે,
હું તારા આંગણામાં બેઠી છું.
ખુશીઓના મોજા કાને અથડાય છે,
હું તારા આંગણામાં બેઠી છું.
મારી આંખો ભીની થઈ જાય છે,
હું તારા આંગણામા બેઠી છું.
તારા જીવનમાં નડતર ન થાવ,
હું તારા આંગણામાં બેઠી છું.
તું આવીને મને પ્રણામ કરે,
હું તારા આંગણામાં બેઠી છું.
નથી મારી હિમંત અંદર આવવાની,
હું તારા આંગણામાં બેઠી છંુ.
આવતા જતા એક નજર કરી લે,
હું તારા આંગણામાં બેઠી છંુ.
તારી રાહ જોવ વ્યાકુળતાથી,
હંુ તારા આંગણામાં બેઠી છું.
"સપના" ખાલી સપના જ છે,
હું તારા આંગણામા બેઠી છું.
હું તુલસી છું,તારા આંગણાની,
હું તારા આંગણામા બેઠી છું.

Tuesday, March 3, 2009


જકડાઈ છું

મિથ્યા છૂટવાના પ્રયત્ન છોડી દીધા,
તારી પ્રિતની સાંકળમાં જકડાઈ છું
હૈયાની વાત હોઠો સુધી ન આવી,
મનમાં ને મનમાં અકળાઈ છું.
તારી યાદ, તારી યાદ,તારી યાદ,
ચારે દિશાથી હું સપડાઈ છું.
ચહેરા પરથી જૂઠને ઓળખુ છું,
એવી દુનિયાથી હું ઘડાઈ છું.
ચીંથરુ કરશો તો પણ નહીં છૂટુ,
એવી તમારી સાથે વણાઈ છું.
તમારા સપના મારો શણગાર છે,
તમારે શમણાથી શણગારાઈ છું.

-સપના