Friday, February 27, 2009



બા ગઈ

પોતાનાએ આપેલા જખ્મો ન સહી શકી,
દુનિયાભરના દુઃખો સહી ગઈ.
અન્નના એક દાણા માટે તરસતી,
જન્નતના મેવા ખાવા ગઈ.
સાડીઓના કબાટ ભરેલા હતા,
થીગડાવાળી સાડી ઓઢી ગઈ.
"બાગબાન"બનાવી દીધુ ઘરમાં,
જીવનસાથીને શોધતી રહી ગઈ.
આંઠ બાળકોને દૂધ પાનારી,
દૂધ દૂધ કરતી કરતી ગઈ.
તન અને મનના જખ્મો ન રુજાયા,
અંતે તું કબર સુધી પહોંચી ગઈ.
"સપના" તું હવે કેટલુય રડી લે,
તારી બા આ દુિનયાથી ચાલી ગઈ.

No comments:

Post a Comment