
શબ્દો
શબ્દોના મહેલ બનાવીયે,
શાહીથી દિવાલો સજાવીયે.
તું બને રાજા અને હું રાણી,
કવિતાના તખ્ત બનાવીયે,
શબ્દોના અગ્નીકુંડ બનાવીયે,
શબ્દોથી મંડપ સજાવીયે.
શબ્દોથી સાત વચન લઈયે,
શબ્દોથી ગઠબંધન કરીયે.
ચાંદમાં બોળેલા શબ્દોને સાચવીને,
એક રૂપેરૂ નગર બનાવીયે.
સપના તારા શબ્દોથી આજે,
એક મજાનુ કાવ્ય બનાવીયે.
સપના
સુંદર રચના...
ReplyDeleteપ્રિય વિવક,
ReplyDeleteતમારા અભ્રીપ્રાય માટે આભાર.
તમારો અભ્રીપાય મારા માટે બહુ અમુલ્ય છે.
સપના
ખુબ સરસ..
ReplyDeleteSabde sabde sau malya ,
ReplyDeleteSabdo ni chhe pichhan.
Ek sabd taro bolyo tya ,
Maro maun bani harkhan.
સુંદર અભિવ્યક્તિ
ReplyDelete