
હૈયાની વાત
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત.
કોઈ મને ફૂલોની છાબ આપો,
લખવી છે મારે ફૂલોની વાત.
મૌન રહીને ઘણુ કહી દે છે એ,
લખવી છે મારે એ આંખોની વાત,
સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,
લખવી છે મારે એ હાથોની વાત.
છૂટી ગયા, પણ સાફ યાદ છે,
લખવી છે મારે એ ક્ષણોની વાત.
પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,
લખવી છે મારે એ રાતોની વાત.
વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,
લખવી છે મારે એ સપનઓની વાત.
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત
-સપના
મહેરબાની કરીને તમારો અભીપ્રાય આપશો.
ઓ પ્રિયતમ ! એ તારી કેટલી કરુણાં હશે કે તેઓ જ્યારે મૂર્છિત થયાં ત્યારે સંજીવનીં લાવનારાં આખો પહાડ ઊચકિ લાવ્યાં !
ReplyDeleteજુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/