Tuesday, March 24, 2009

moti


યાદોના મોતી
આજે સાવરણી લઈને બેઠી,
દિલનો કચરો ચાલ વાળી લઉ.
દ્વેષ,ઈર્ષા,વેર,ઝેર વાળીને ફેંકુ,
આજે દિલની સફાઈ કરી લઉ.
લાગી ગયા છે નફરતના જાળાઓ,
આજે એ જાળાઓની સાફસુફી કરુ.
વાળતા વાળતા મોતી મળી આવ્યા,
હતા એ તારી યાદના મોતી મોંઘા.
ઘણા પ્રયત્નો કર્યા એને વાળવા,
સરકી જાય,છટકી જાય,દડી જાય,
સાવરણીમાં ન આવે એ મોતી,
હારી થાકી બેસી ગઈ હું માથુ પકડી,
ભલે રહયા,નથી નડતા મને એ,
નથી એ છળ,કપટ,વેર,ઝેર,દ્વેષ,
નથી એ મારા મનનો કચરો કે મેલ,
સપનાની સાથે મનમેળ એનો,
વીણી વીણીને માળા બનાવીશ,
એક સપનુ,એક મોતી એમ પરોવીશ,
તારા ચરણોમાં અર્પીશ યાદોની માળા.

-સપના

No comments:

Post a Comment