
તુલસી
તારા માળાનો કલરવ સંભળાય છે,
હું તારા આંગણામાં બેઠી છું.
ખુશીઓના મોજા કાને અથડાય છે,
હું તારા આંગણામાં બેઠી છું.
મારી આંખો ભીની થઈ જાય છે,
હું તારા આંગણામા બેઠી છું.
તારા જીવનમાં નડતર ન થાવ,
હું તારા આંગણામાં બેઠી છું.
તું આવીને મને પ્રણામ કરે,
હું તારા આંગણામાં બેઠી છું.
નથી મારી હિમંત અંદર આવવાની,
હું તારા આંગણામાં બેઠી છંુ.
આવતા જતા એક નજર કરી લે,
હું તારા આંગણામાં બેઠી છંુ.
તારી રાહ જોવ વ્યાકુળતાથી,
હંુ તારા આંગણામાં બેઠી છું.
"સપના" ખાલી સપના જ છે,
હું તારા આંગણામા બેઠી છું.
હું તુલસી છું,તારા આંગણાની,
હું તારા આંગણામા બેઠી છું.
ઓ સમુદ્ર ! તારિ ગહનતાનું કોઈ તો રહસ્ય જણાવ ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈ તો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકિને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલિને જોઈ...બાપરે ! સિંપમાં એક સુંદર મોતિ છુપાયેલું હતું અને મોતિમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !
ReplyDeleteજુઓ બ્લોગ=http://paresh08.blogspot.com